સાવરકુંડલા,
સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદે શ્રી ગણેશ કર્યા હતા ભારે પવનને કારણે ખેડૂતો ને બાગાયતી પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.. હજુ ગયા વર્ષે તાઉતે વાવાઝોડા ની યાદ ખેડૂતો ને ભલાણી નથી ત્યાં ગઈકાલે ભારે પવન ના કારણે ફરી ખેડૂતો ને વાવઝોડાની યાદ તાજી થઈ હતી. ભારે પવન ના કારણે સાવરકુંડલા ના મોટા ભમોદરા ના ખેડૂત પડ્યુમનભાઈ નો છ વીઘા નો એક વરસ નો કેળ નો બગીચો મૂળ માંથી ઉખેડી દીધો હતો વાવઝોડામાં આંબા ના બગીચા ને નુકશાન થયું હતું ત્યારે ફરી કેલ નો બગીચો પાક ઉપર આવી ગયો હતો ખેડૂત પોતા ની વાડી એ હતા એ દરમિયાન ભારે પવન ના કારણે તેમની નજર સામે કેલ નો બગીચો પવન ની ઝપેટ માં ચડી ગયો હતો એક પછી એક કેળ ના જાડ ભાંગવા લાગ્યા હતા ખેડૂત ની માંગ છે તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ ઉઠી છે. ભામોદરા ના ખેડૂત એ વાવાઝોડા બાદ પોતા ની વાડી એ કેળ નો બગીચો બનાવ્યો હતો એક વરસ ની મહેનત ઉપર કુદરતી આવેલ ભારે પવને કારણે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે ખેડૂત ની ત્યાં કેળ માં મજૂરી કામ કરતા મજૂર ને પણ મુશ્કેલી વેઠવા નો વારો આવ્યો છે એક વરસ ની મહેનત કરી રહેલા ખેડૂત અને ખેત મજૂરી કરનાર ની કફોડી સ્થિતિ થઈ છે. ભારે પવનના કારણે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામ ના ખેડૂત પદયુમન ભાઈ નો 6 વીઘા નો બગીચો નાસ થયો.