- બે મહિનાથી અનાજ સડે છે અને દુર્ગન્ધ ફેલાવા લાગી છતા કોઇને દરકાર નથી : મામલતદાર આ ઘટનાથી અજાણ
સાવરકુંડલા,
સાવરકુંડલામાં ગોંદરા વિસ્તારમાં સરકારી અનાજ ગોડાઉન આવેલું છે જ્યાંથી સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રેશનિંગની દુકાનો મારફત અનાજ પહોંચાડવામાં આવે છે . આજથી બે માસ પહેલા વાવાઝોડાના કારણે આ ગોડાઉન ના પતરા ઉડી ગયા હતા અને ગોડાઉનમાં રાખેલું હજારો મણ અનાજ સંપૂર્ણપણે પલળી ગયું હતું.. આ અનાજનો જથ્થો આજે બે મહિનાથી એ જ સ્થિતિમાં પડ્યો છે જ્યારે છેલ્લા પંદર દિવસથી આ અનાજ સડી રહ્યું છે અને દુર્ગંધ મારે રહેવું છે.