સાવરકુંડલામાં વિદેશી દારૂની કારમાં હેરાફેરી ઝડપાઇ

અમરેલી,
સાવરકુંડલામાં પોલીસે વિદેશી દારૂની કારમાં થતી હેરાફેરી કરનારને ઝડપી લીધો છે. સાવરકુંડલા ટાઉન વિસ્તારના મહુવા રોડ ગેઇટ પાસે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાની ફોરવ્હીલમાં રાખી હેરાફેરી કરતા એજાજ ઉર્ફે નાનો બગી અબ્દુલ કુરેશી ઉ.વ.26 રહે. સાવરકુંડલા વાળાને પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધેલ છે જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનું 23 બોટલો મોબાઇલ ફોન અને કાર મળી કુલ 2 લાખ 8 હજાર 880 નો મુદામાલુ પોલીસે કબ્જે કર્યો છે.