સાવરકુંડલામાં સસ્તાની લાલચ આપી ગેંગ રફુચક્કર

સાવરકુંડલા,
એક અઠવાડીયા પહેલા સાવરકુંડલાનાં કાઠી ક્ષત્રીય અગ્રણી શ્રી પ્રતાપ ખુમાણે સાવરકુંડલામાં ચિટર ગેંગ આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી તે સાચી પડી છે અને છેલ્લા એક મહિનાથી મદ્રાસ ચેન્નઈથી ઊતરી પડેલ આ ગોલ્ડ સ્ટાર હોમ નીડસ ઓર્ડર સપ્લાયર્સ નામની બનાવટી પેઢી માલિકો છડે ચોક લોકોને અને ખાસ કરીને ગરીબ,સાધારણ, મજુર પરિવારોને લલચામણી ઓફરો કરીને થોડો સમય વાયદા પ્રમાણે 45% ઓછા ભાવે વસ્તુનું વેચાણ કરી એક સાથે જાજો દલ્લો ભેગો થયો એટલે રાતોરાત ગોડાઉન ખાલી કરી રફુ ચક્કર થઈ ગયા હતા. જે મકાનમાં ભાડે રહેણાંક કર્યું હતું તે પણ ખુલ્લમ ખુલ્લું મૂકીને જતા રહ્યા છે. સૌથી વધુ ભોગ ગ્રામ્ય વિસ્તાર તથા સાવરકુંડલા શહેરના છેવાડાના અતિ ગરીબ સાધારણ મજૂર પરિવારો બન્યા છે.અમુક સુખી સંપન્ન વ્યક્તિઓએ પણ લોભ અને થોભ નહીઁ તેમ એક એક લાખ જેવી રકમો જમા કરાવી છે.એક અંદાજ મુજબ આ કુલ આંકડો કરોડો રૂપિયામાં થવા જાય છે. કારણ કે આ ઠગ ટોળકી એ તારીખ 29/10 રવિવાર સુધી રકમ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું અને તારીખ 29/10 સુધી માલની ડીલેવરી જેમણે અગાઉ 12 દિવસ પહેલાં પૈસા જમા કરાવ્યા હતા તેને આપી દીધી હતી.હવે જે લોકોને તારીખ 31/10 ડિલિવરીની ડેટ આપી હતી અને તે દિવસે માલ આપવાનો હતો,ત્યારે લોકો સવારે આ કંપનીના ગોડાઉન માં પોતાની વસ્તુ લેવા પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ હતું જ નહીં.વહેલી સવારે જ રફૂચક્કર થઈ ગયા હતા. દર સોમવારે અઠવાડિક રજા રાખતા હતા એટલે છેલ્લો દિવસ તારીખ 29/10 રવિવાર સુધી રેગ્યુલર વેચાણ ચાલુ રાખ્યું હતું. દસ-બાર દિવસ અગાઉ તમામ રકમ વસ્તુ પેટે જમા લઈ બાર દિવસ બાદ વસ્તુની ડિલિવરી ગ્રાહકને અપાતી હતી એટલે એક અંદાજ મુજબ તા.18/10/23 થી તા. 29/10/23 સુધી જેટલા લોકોએ રકમ જમા કરાવી હતી,તેમને ડિલિવરી તા.31/10 થી 12/11/23 સુધીની આપેલી છે.એટલે આટલા લોકો આઠ ઠગ ટોળકીનો ભોગ બની ચૂક્યા છે એમ કહેવાય. હવે આ તમામ લોકોમાં મોટાભાગે અશીક્ષિત અને પછાત વર્ગના પરિવારો વધારે છે એટલે અસંગઠિત છે,માટે પોતે પોતાનો અવાજ ક્યાંય ઉઠાવી શકે નહીં એટલા માટે સમાજ સેવી અગ્રણી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા ભોગ બનેલા તમામ પરિવારને એક અપીલ કરવામાં આવી છે કે, જેમણે રકમ જમા કરાવી હોય અને વસ્તુની ડિલિવરી ન મળી હોય તે પોતાની રીસીપ્ટની ઝેરોક્ષ નકલ સનરાઈઝ સ્કુલ,શિવાજી નગર,સાવરકુંડલાની ઓફિસમાં જમા કરાવે જેથી આ તમામ આધારભૂત માહિતી યોગ્ય સત્તાવાળાને સોંપવામાં આવશે જેથી આ ટોળકી કુલ ખરેખર કેટલી રકમ ઉસેડી ગઈ છે, તે ખ્યાલ આવશે.ગામડામાંથી આવતા એક બેન તો ચોધાર આંસુડે રડતા રડતા જણાવે છે કે, મારી દીકરીના દિવાળી પછી લગ્ન લેવાના હોવાથી કરિયાવર એકઠો કરવા માટે અમે લોભની લાલચમાં આવીને 40 હજાર રૂપિયા જેવી રકમ અહીં જમા કરાવેલી હતી અને વસ્તુનો ઓર્ડર આપેલો હતો.હવે મારી દીકરીનું કરિયાવરનું શું થશે? જાણવા મળ્યું છે કે, માસિક રું 25,000/- જેવી ભારે રકમ સાથે જેનું ગોડાઉન ભાડે રાખેલું તે મકાન માલિકને પણ ભાડું ચૂક્યું નથી. જવાબદાર સત્તાવાળાઓ આ લોકો જ્યાં ક્યાંય નાસી ગયા હોય ત્યાંથી પકડી તેમના વતનમાંથી તેમની મિલકતો જરૂર પડે તો જપ્ત કરીને પણ આ ગરીબ પરિવારોનાં પરસેવાની કાળી મજૂરી કરીને એકઠી કરેલ કમાણી પરત કરાવી ન્યાય અપાવે અને એક દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી લોક લાગણી સાથે આ ચેન્નઇ ટોળકી સામે રોષ ભભૂકી રહ્યો