સાવરકુંડલામાં સસ્તાની લાલચ આપી રફુચક્કર થઈ જનાર ગેંગ સામે પોલીસમાં ગુનો દાખલ થયો

અમરેલી,
સાવરકુંડલામાં બસસ્ટેશન સામે કલ્યાણેશ્ર્વર મંદિરની સામે શ્રીહરી ડાયમંડની બાજુમાં તા. 2-10 થી તા. 31-10 સુધીમાં તામીલનાડુના હાલ સાવરકુંડલા બસસ્ટેશન સામે જાહીદભાઈ હુસેનભાઈ શમાના મકાનમાં ઈસ્માઈલમોહીદીન સહિત પાંચ શખ્સો દ્વારા ગોલ્ડ સ્ટાર હોમનીડસ ઓર્ડર સપ્લાયરર્સ નામથી શોરૂમ ચાલુ કરી એલ.ઈ.ડી. ટીવી , ફ્રીજ, વોશીંગમશીન, મોબાઈલ, લેપટોપ, સોફાસેટ, ડાયનીંગ ડીનર સેટ, સ્ટીલના વાસણ, પ્લાસ્ટીક ફર્નિચર , ઈલેકટ્રીક સામાન વગેરે 10 ટકાથી 45 ટકા સુધી ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુુઓ વેચાણ કરવાનું ચાલુ કરી તેનું પેમેન્ટ એડવાન્સ લઈ બુક કરાવેલ વસ્તુ 12 દિવસ બાદ મંગાવી આપવાનું જણાવી સાવરકુંડલા નુરાની નગરર્મા રહેતા ઈમરાનભાઈ મહેબુબભાઈ ચૌહાણના રૂ/-84,230 ની વસ્તુ તથા અન્ય લોકોના રૂ/-2,30,130 મળી કુલ રૂ/-3,14,130 ની વસ્તુઓ નહી આપી તેમજ અન્ય ઘણા વ્યકિતઓએ પણ એડવાન્સ પૈસા જમા કરાવી ઘણી વસ્તુઓ મંગાવેલ હોય . તેની પણ વસ્તુુઓ કે પૈસા પરત નહી આપી આયોજનપુર્વક શોરૂમ બંધ કરી નાસી જઈ છેતરપીંડી કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ થતા બનાવની તપાસ પી.આઈ. એસ. એમ . સોની ચલાવી રહયા છે.