સાવરકુંડલામાં સાંસદ કાછડીયા પાસે લોક ફરિયાદોનો ધોધ વછુટયો

  • લોકડાઉન વચ્ચે અને લોકડાઉન પછી પણ સાંસદ દ્વારા લોક પ્રશ્ર્નોની ચિંતા કરવામાં આવી
  • સાવરકુંડલામાં લોકો દ્વારા સાંસદ ઉપર વિજળી, રેલ્વે, પાલીકા, ગટર, રસ્તા, પંચાયત ઘર, નેશનલ હાઈવે લગતા પ્રશ્ર્નોની બોછાર બોલી : સાંસદે સ્થળ ઉપર તંત્રને હાજર રાખી ઘણા પ્રશ્ર્નો ઉકેલ્યા અને તંત્રને તાત્કાલીક લોક પ્રશ્ર્નો ઉકેલવા તાકિદ કરી

અમરેલી,
અમરેલી જીલ્લાના સાવરકુંડલા સાંસદ કાયાલય ખાતે ઉપસ્થિત રહી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના કાયકરો અને લોકોના વિવિધ પડતર પ્રશ્ર્નો સાંભળેલ હતા. સાંસદશ્રીએ લોકોના વિજળી, રેલ્વે, નગર પાલીકા, ગટર, રસ્તા, પંચાયત ઘર, નેશનલ હાઈવે અને ગ્રામ વિકાસને લગતા તમામ પ્રકારના પ્રશ્ર્નો અંગે સ્થળ ઉપર જ સબંધિત જીલ્લા/તાલુકા વહીવટી તંત્ર અને અધિકારી સાથે ટેલિફોનીક વાત/રજૂઆત કરી લોકોના પડતર પ્રશ્ર્ન હલ કરવાનો પ્રયત્ન કરેલ હતો. આ તકે સાંસદ કાયાલય ખાતે શ્રી દિપકભાઈ માલાણી, શ્રી પુનાભાઈ ગજેરા, શ્રી જયસુખભાઈ સાવલીયા, શ્રી લાલભાઈ મોર, શ્રી ચેતનભાઈ માલાણી, શ્રી કિશોરભાઈ બુહા, શ્રી લલીતભાઈ બાળધા, શ્રી નીલેશભાઈ કચ્છી, શ્રી પ્રવિણભાઈ કોટીલા, શ્રી પ્રવિણભાઈ સાવજ, શ્રી શરદભાઈ પંડયા, શ્રી રાજુભાઈ નાગે્રચા, શ્રી ધમેન્દ્રભાઈ મહેતા, શ્રી ધમેન્ભાઈ ચૌહાણ, શ્રી રાજુભાઈ પરમાર, શ્રી યુનુસભાઈ જાદવ, શ્રી ભુપતભાઈ પાનસુરીયા, શ્રી ભરતભાઈ કથીરીયા, શ્રી રાણભાઈ રાદડીયા, શ્રી જગદીશભાઈ નીમાવત, શ્રી ગૌતમભાઈ સાવજ, શ્રી ભુપેન્દ્રભાઈ ખુમાણ, શ્રી સંજયભાઈ બરવાળીયા, શ્રી મુકેશભાઈ ધાનાણી, શ્રી અતુલભાઈ રાદડીયા, શ્રી બી.એમ઼ચોવટીયા, શ્રી કમલેશભાઈ મેસુરીયા, શ્રી હિંમતભાઈ ઘેવરીયા, શ્રી સંદિપભાઈ ભટ્ટ, શ્રી રવિન્દ્રભાઈ ધંધુકીયા, શ્રી લાલભાઈ ભરવાડ, શ્રી તેજાભાઈ ભરવાડ, શ્રી કાળુભાઈ પટગીર, શ્રી મુકેશભાઈ કોઠીયા, શ્રી ઘનશ્યામભાઈ ક્સવાળા સહીતના આગેવાનો અને કાયકરો ઉપસ્થિત રહતા હતા.