અમરેલી,સાવરકુંડલામાં બાયપાસ રોડ પર સ્ટોર રૂમમાંથી રૂ.5 લાખ 96 હજાર રૂપિયાની જુદી જુદી 51 સોલાર પેનલની ચોરી થયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.આ અંગે સાવરકુંડલામાં બાયપાસ રોડ આદિત્ય બિરલા રીન્યુએબલ ઇપીસી લીમીટેડ કંપની ના સ્ટોર યાર્ડમાં સિક્યુરિટી ઓફિસર બળવંતરાય જાનીએ ફરિયાદ મુજબ અજાણા તસ્કરોએ આદિત્ય બિરલા રીન્યુએબલ ઇપીસી લીમીટેડ કંપનીના સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરના સ્ટોરયાર્ડમા ગુનાહીત અપપ્રવેશ કરી અલગ અલગ બારકોડ વાળી કુલ 51 સોલાર પ્લેટો કે જેની કિ.રૂ.5,96,700/- ની સોલાર પ્લેટો કોઇ વાહનમા ભરી ચોરી કરીને લઈ ગયા હતા. આરોપીઓ અંગે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.