સાવરકુંડલા,
સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં જે લોકોએ ગેરકાયદેસર રીતે દબાણો કરેલ છે તે દબાણો દૂર કરવા માટે સાવરકુંડલાના તમામ જાહેર રોડ તેમજ ખુલ્લી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલ છાપરા, કેબીનો, ઓટાઓ તથા કોઈપણ જાતનું દબાણ કરેલ હોય તે હટાવી લેવા (5) દિવસની મુદત નગરપાલીકાના ચીફ ઓફિસરે આપેલ છે. રાહદારીઓની સુખાકારી માટે જરૂર જણાયે લેન્ડ ગ્રેબીગ એકટ અન્વયેની કાર્યવાહીની પણ ચીમકી આપેલ છે. સાવરકુંડલાથી અમરેલી, નેસડી, જેસર રોડ, હાથસણી રોડ ઉપરના મેઈન માર્ગો ઉપરથી ડીમોલેશન હાથ ઘરવામાં આવશે.