સાવરકુંડલા,
આજે સવારે ખબર મળ્યા પ્રમાણે સાવરકુંડલા નાં હાથસણી ગામે અશ્વિનભાઈ નાગજીભાઈ શિંગાળાની વાડીમાં બંધ પડતર કુવામાં એક દીપડો અને એક સિંહણ મરેલા જોવા મળ્યા હતા. આ વાડી હાથસણી ગામના જેરામભાઈ સાવલિયાએ ફારમે રાખીને જયસુખભાઈ દેવીપુજક ની સાથે ભાગ્યું રાખીને વાવે છે. છેલ્લા બે-ચાર દિવસથી જયસુખભાઈ બીમાર હોવાથી સાવરકુંડલા હોસ્પિટલમાં દાખલ છે. જેથી બે ત્રણ દિવસથી આ વાડી એમને એમ પડી હતી એટલે કે છેલ્લા ત્રણેક દિવસથી કોઈ પણ વાડીએ ગયેલ નહીં ત્યારે આજે સવારે જેરામભાઈ વાડીએ આટો મારવા ગયેલ ત્યારે ખૂબ જ દુર્ગંધ આવતી હતી જેથી તેમણે વાડીમાં ચારે તરફ તપાસ કરતા જુના પુરાના કુવામાં એક દિપડો અને એક સિંહણ ની લાશ જોવા મળી હતી એટલે તેમણે હાથસણી ગામના સરપંચ શિવરાજભાઈ ખુમાણ ને ફોનથી જાણ કરતા સરપંચ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ત્યાંથી સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચાંદુને ઘટનાની જાણ કરી હતી. થોડીવારમાં જ આરએફઓ ચાંદુ, બીટ ગાર્ડ પરમાર અને બીટ ગાર્ડ ચાવડા સહિતનો સ્ટાફ આ આ વાડીએ પહોંચી ગયો હતો અને તપાસ કરતા જોવા મળેલું હતું કે દીપડો અને સિંહણ વચ્ચે ફાઈટ થયેલ લાગ્યું અને બંને અકસ્માતે કુવામાં પડી જતા મોતને ભેટ્યા હતા. ફોરેસ્ટ ઓફિસરે સમગ્ર વાડીમાં બારીકાયથી નિરીક્ષણ કરતા જે પ્રમાણેના કુવાની આસપાસ સગડ જોવા મળ્યા તેનાથી આ અંદાજ કરવામાં આવે છે બીજું કે આ વાડીમાં થ્રી ફેઝ કનેક્શન જ નથી એટલે બીજી કોઈ શંકા ને સ્થાન નથી આ બંને ડેડબોડીને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ.