સાવરકુંડલામાં હેલ્થકાર્ડ મેળવી લેવા તાકિદ

  • હેલ્થકકાર્ડ નહી કઢાવનાર કે રીન્યુ ન કરાવનાર સામે કડક પગલા લેવાશે

સાવરકુંડલા,

સાવરકુંડલા તાલુકામાં કોરોનાવાયરસ નો પ્રકોપ દિનપ્રતિદિન વધુને વધુ ફેલાય રહેલ છે તેના અનુસંધાને શ્રી કલેકટર સાહેબ અમરેલી માર્ગદર્શક સૂચનાઓ ધ્યાને લઇ અમરેલી જિલ્લામાં દુકાનદારો લારી ધારક પહેલા જોઈએ ફરજિયાત પણે હેલ્થ કાર્ડ મેળવી લેવાનું તેમજ સમયસર રિન્યુ કરવાનું હોય છે પરંતુ અમુક દુકાનદારોએ હેલ્થ કાર્ડ કઢાવેલ ન હોવાનું જાણવા મળતા મામલતદાર શ્રી તથા ચીફ ઓફિસર શ્રી ની ટીમે દ્વારા સાવરકુંડલાના જેસર રોડ ખાતે ની તમામ દુકાનદારોના હેલ્થ કાર્ડ બાબતે સ્થળ તપાસ કરતા ચાર દુકાનદારો ને નોટિસ આપવામાં આવેલ છે તેમજ તેઓની દુકાનો સીલ કરવામાં આવેલ છેસદરહું તપાસ બાદ મામલતદાર શ્રી/ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ છે કે સાવરકુંડલા નગરના તમામ વેપારીઓ/ફેરિયાઓ/લારીવાળા એ સત્વરે કે.કે. હોસ્પિટલ/અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવી હેલ્થ કાર્ડ કઢાવી લેવાનું રહેશે