સાવરકુંડલામાં હેવી લોડેડ વાહનો સામે ઝુંબેશ

સાવરકુંડલા,

સાવરકુંડલા શહેરની મધ્ય માંથી પસાર થતા સ્ટેટ હાઇવે બાદ હવે નેશનલ હાઇવે નો બાયપાસ રોડ કાર્યરત થઈ ગયા બાદ વહીવટી તંત્ર દ્વારા મોટા વાહનોને સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર ન થાય તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી ગતિવિધિ તેજ થઈ છે પણ બાયપાસ રોડ શરૂ થયો હોવા છતાં પણ રાત્રિના મસમોટા ટોરસ ટ્રક અને લોડીંગ વાહનો શહેર નું મધ્યમાંથી પૂરપાટ જડપે પસાર થતા હોય જે અંગે સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરા ના ધ્યાને આવતા આજે રાત્રિના સુમારે નાવલી પોલીસ ચોકી ખાતે આવીને તમામ લોડીંગ વાહનો જે બાયપાસ પરથી ચાલવાને બદલે શહેરની મધ્ય માંથી પસાર થતા અટકાવ્યા હતા ને કાયદાનો દંડો ઉગામીને બાયપાસ રોડ હોવા છતાં ગામની મધ્ય માંથી મસમોટા વાહનો પસાર ન કરવાની ભૂલ વાહનો ચાલકોને માફ કરી શિક્ષાત્મક કાર્યવાહી દંડ કે વાહન ડીટેઇન જેવી કામગીરી ના કરીને માનવતા ના ધોરણે વાહનો ચાલકોને સમજાવીને વાહનો પરત બાયપાસ તરફ પરત મોકલાવ્યા હતા ને શહેરની મધ્ય માંથી મસમોટા તોતિંગ વાહનો ને ફરી બાયપાસ તરફ ધકેલીને ડીવાયએસપી હરેશ વોરા એ સાવરકુંડલા વાસીઓ માટે જાહેરનામું અમલીકરણ કરાવતા શહેરીજનોએ ડીવાયએસપી હરેશ વોરા અને સાવરકુંડલા પોલીસ સ્ટાફની કામગીરી ને વધાવી હતી.