સાવરકુંડલામાં 24 કલાકમાં 10 વખત રેલ્વે ફાટક બંધ થતાં લોકોને મુશ્કેલી

  • ભાજપ અગ્રણી મનજીબાપા તળાવીયાની રજુઆત : મહત્વનો વિસ્તાર હોવાથી લોકોની અવર જવર વધારે હોવાથી ટ્રાફિકની સમસ્યા

સાવરકુંડલા,સાવરકુંડલા શહેરની મધ્યમાં રેલ્વે ટ્રેક પસાર થાય છે જ્યારે આ રેલ્વે નાખી ત્યારે રેલ્વે સ્ટેશન આજુબાજુનાં વિસ્તારોમાં ક્યાંય મકાન ન હતાં અને સ્ટેશનની પુર્વ ભાગમાં માનવ વસ્તી હતી જ નહીં. આજે સાવરકુંડલાનો વિકાસ થતાં અડધા કરતા વધારે વસ્તી પુર્વ ભાગમાં વસે છે. માર્કેટયાર્ડ, છાત્રાલય, ખાદી કાર્યાલય, આરોગ્ય મંદીર હોય ઉપરાંત જીઇબી સહિતની ઓફિસો છે. વસ્તીનો મોટો ભાગ પુર્વ વિસ્તારમાં જ રહે છે. સાવરકુંડલામાં દાખલ થવા અને બહાર નિકળવા ચાર રેલ્વે ફાટક આવે છે. અત્યારે સુરેન્દ્રનગર થી પીપાવાવ રેલ્વે ટ્રેક ઉપર 24 કલાકમાં 30 કરતા વધારે માલગાડીઓ અવર જવર કરે છે. તેમજ ભાવનગર, મહુવા , ધોળા મહુવા, મહુવા – બાન્દ્રા ટ્રેનો ચાલે છે. ટ્રાફિકને કારણે 24 કલાકમાં 30 વખત ફાટક બંધ થાય છે અને ઓછામાં ઓછુ 20 મીનીટનો સમય લે છે. આ ફાટક ઉપર સૌથી વધારે ટ્રાફિક થાય છે. જેથી નાણાં અને સમય શક્તિનો વ્યય થાય છે. આ ફાટકો પોળા કરવા તેમજ ઓવર બ્રીજ બનાવવા જરૂરી છે. દરેક ફાટક આગળ માનવ સીડી કરવી જરૂરી છે. આ રૂટ ઉપર વિજળીકરણનું કામ લાંબા સમયથી ચાલે છે. કેટલાક ખાડાઓ છ માસથી ગાળવામાં આવેલ છે. જે પુરવામાં આવ્યા નથી આ બાબતે રેલ્વે સતાવાળાઓએ તાત્કાલીક યોગ્ય નિર્ણય લેવા લોક માંગણી ઉઠી છે.