સાવરકુંડલામાં 450 થી વધ્ાુ દબાણો દુર કર્યા બાદ ફરીથી બે વેપારીઓએ દબાણ કરતા 5-5 હજારનો દંડ

સાવરકુંડલા,
સાવરકુંડલામા તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધરી 450થી વધુ દબાણો દુર કર્યા બાદ માત્ર ચોવીસ કલાકના ગાળામા જ બે વેપારીએ ફરી દબાણ કરી ઓટા ચણતા પાલિકાએ બંનેને 5-5 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત હવે દબાણ કરનારને 25 હજારનો દંડ ફટકારવાની ઘોષણા પણ કરી હતી.સાવરકુંડલા નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચલાવી એક જ દિવસમા શહેરની મુખ્ય બજાર અને રસ્તાઓ પરના કોમર્શિયલ દબાણો દુર કર્યા હતા. જેમા ઓટા,છાપરા ઉપરાંત કાચી પાકી દુકાનો અને કેબીનનો પણ સમાવેશ થતો હતો. બીજી તરફ મેગા ડિમોલેશન બાદ હવે દબાણ નહી થાય તેવી આશા રખાતી હતી. પરંતુ માત્ર ચોવીસ કલાકના ગાળામા જ બે વેપારીએ ફરી દબાણનો પ્રયાસ કર્યો હતો. બે વેપારી દ્વારા પાલિકાએ તોડી પાડેલા ઓટા આજે ફરી ચણવામા આવ્યા હતા. જેને પગલે પાલિકાના ચીફ ઓફિસરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને વેપારી પાસેથી મળી 10 હજારનો દંડ વસુલ્યો હતો. આજે પાલિકા દ્વારા એવુ પણ જણાવાયુ હતુ કે શહેરમા હવે કોઇ દબાણ કરશે તો 25 હજારનો દંડ નિયમોનુસાર વસુલાશે.આ દબાણ હટાવ ઝુંબેશ દ્વારા અહીના મણીભાઇ ચોકમા એક પોલીસ ચોકીનું દબાણ પણ હટાવવામા આવ્યુ હતુ. અહી વર્ષોથી મુકાયેલી ચોકી તોકતે વાવાઝોડામા તુટીફુટી ગઇ હતી જે દુર કરાઇ હતી. જંગી પોલીસ કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ચાર પોલીસ કર્મચારીના પરિવારની ચાર કેબીનનુ દબાણ હટાવાયુ હતુ. ઉપરાંત ત્રણ હોમગાર્ડના પરિવારની કેબીનો પણ હટાવાઈ હતી.ડિમોલેશનની કામગીરી પૂર્ણથતાં શહેરમાં વેપાર-ધંધા ફરી ધમધમવા લાગ્યદર ત્રણ દિવસે સર્વે કરાશેદરમિયાન આજે નગરપાલિકા દ્વારા એવી પણ વિચારણા કરાઇ હતી કે શહેરના કાઇ વિસ્તારમા ફરી દબાણ ન થાય તે માટે એક કમિટી બનાવી દર ત્રણ દિવસે શહેરના જુદાજુદા વિસ્તારમા સર્વે કરવામા આવશે જેથી તુરંત જ દબાણ હટાવી શકાય.શહેરમાંરીક્ષામાં માઇક ફેરવી જાહેરાત કરાઇઆજે નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પરે રીક્ષા ફેરવવામા આવી હતી અને હવે કોઇ વેપારી દ્વારા દબાણ કરાશે તો 25 હજાર સુધીના દંડની વસુલાત કરાશે. તેવી જાહેરાત કરાઇ હતી. ડિમોલેશનમાં દુકાન ઉપરના પત્રા કાઢી નાખતા ટ્રાવેલ્સ માર્કેટ ઉપર આવેલ લોજ ઉપરનો સ્લેબ પડું પડું થાય છે તે ઉતારી લેવો હિતાવહ છે તેમજ જૂના બસ સ્ટેન્ડ એરિયામાં આવેલ હોટેલ સાવ જર્જરીત થઈ ગયેલ છે તેનો સ્લેબ પણ પડું પડું થાય છે કોઈ મોટી જાનહાની ન થાય તે પહેલા બંને સ્લેબ ઉતારી લેવામાં આવે તેવી માંગણી મુસાફર એસોસિએશન નગરપાલિકાના અધિકારીઓને કરી છે.