સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામોમાં સાત વર્ષથી જુના રોડ રસ્તા બનાવવા જોબ નંબર ફાળવો :ધારાસભ્યશ્રી દુધાત

સાવરકુંડલા,સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં સાત વર્ષ થી જુના ખરાબ હાલતમાં રોડ રસ્તા બનાવવા માટે જોબ નંબર ફાળવવા નીતિનભાઈ પટેલને રજુઆત કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડા નાં નાગરીકો દ્વારા ધારાસભ્ય શ્રીને તેઓના ગામમાં ઉપસ્થિત થયેલ પ્રશ્ન અંગે રજૂઆત કરતા હોય છે, જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં હોય અને રાહદારીઓને વાહન ચાલકોને ઘણીજ મુશ્કેલીઓ પડી રહેલ હોય જે અંગે ધારાસભ્ય ને આ અંગેની રજૂઆત મળતાજ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના મતવિસ્તાર નાં ગામડાઓમાં જે 7 વર્ષ અને 10 વર્ષ થી વધુ સમયથી રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જેમને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત સાથે દરખાસ્ત કરવામાં આવેલ છે જેમાં સાવરકુંડલા તાલુકાના ગામો (1) ઘાણલા- વણોટ રોડ, (2) ગાધકડા સ્ટેટ.લુવારા રોડ, (3) મોલડી-ધાર રોડ, (4) મેવાસા- નાનીવડાલ રોડ, (5) સીમરણ એપ્રોચ રોડ, (6) જીરા -નાના ભમોદ્રા રોડ, (7) બાઢડા-વિજયાનગર રોડ, (8) વિજયાનગર- ગાઘકડા રોડ, (9) અભરામપરા- એપ્રોચ રોડ,(10) દેતડ -એપ્રોચ રોડ, (11) આદસંગ- એપ્રોચ રોડ, (12) વીજપડી-ચીખલી રોડ, (13) કેદારીયા એપ્રોચ રોડ, (14) બગોયા-ગીણીયા રોડ, (15) ભેકરા-લીખાળા રોડ, (15) ભેકરા-નાની વડાળ -ભોકરવા રોડ તેમજ લીલીયા તાલુકાના ગામો (1) કુતાણા- એપ્રોચ રોડ, (2) હાથીગઢ-ભેસાણ રોડ, (3) ભેસાણ એપ્રોચ રોડ, (4) નાના કણકોટ એપ્રોચ રોડ, (5) બોડીયા એપ્રોચ રોડ, (6) ખારા-કુતાણા -ભોરીંગડા રોડ, (7) ગુંદરણ-પાંચતલાવડા રોડ,(8) સનાળિયા-બોડીયા-હાથીગઢ રોડ, જે રોડ રસ્તાઓ બિસ્માર અને અતિ બિસ્માર હાલતમાં હોય, આ તમામ રોડ ને તાત્કાલિક ધોરણે રીસર્ફેન્સિંગ કરવા માટે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ કાર્યપાલક ઈજનેરે માર્ગ અને મકાન વિભાગ પંચાયત ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે અને આ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના રોડ રસ્તાઓની તાત્કાલિક ધોરણે ઘટિત કાર્યવાહી થવા જણાવેલ છે, આમ સાવરકુંડલા -લીલીયા મતવિસ્તાર ના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કેરલ છે અને આ રોડોના તત્કાલ જોબ નંબર ફાળવવા વિનંતી લેખિત રજુઆત કરી.