સાવરકુંડલા ગૌશાળામાં ગાયોની અભૂતપૂર્વ સેવા

સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરમાં વર્ષોથી ગૌસેવાર્થે કાર્યરત શિવાજી નગર ગૌસેવા સમાજની ગૌશાળા ખાતે ગાયોની થતી અદ્ભૂત સેવા. કમોડી (શીંગડાનું કેન્સર) નું સફળતાપૂર્વક ઓપરેશન ડો. હેમલભાઈની દેખરેખ હેઠળ કરવામાં આવેલ. આ સમયે ગૌસૈવક ભુરાભાઈ, કિશોરભાઈ ગજ્જર, હસુભાઈ જ્યાણી તથા ગોવીન્દભાઈ ગૌસેવાના આ ઓપરેશન દરમ્યાન ખડે પગે ઊભા રહીને આ ખૂબ મુશ્કેલ લાગતાં ઓપરેશનને પાર પાડ્યું હતું. આમ ગૌસેવાના આ મહાયજ્ઞમાં આ તમામ ગૌસેવકો સતત દેખરેખ સેવા અને શુશ્રૂષા કરતાં જોવા મળે છે.આમ પણ સાવરકુંડલા એટલે ધર્મપરાયણ અને ધર્મપ્રેમી લોકોનું શહેર છે અહીં ગાયોનું જતન પોતાના સ્વજન માફક કરવામાં આવે છે. આમ પણ અહિંસા, સંવેદના, કરુણા, પ્રેમ અને સહિષ્ણુતા એ જ આ ગૌશાળાનો મુદ્રાલેખ કહીએ તો કશી અતિશયોક્તિ નહીં ગણાય. હાલ આ ગૌશાળામાં ઘણી ગાયોની સેવા ગૌસેવકો દ્વારા કરવામાં આવી રહી છે. એક કુટુંબના સભ્યની જેમ અહીં ગાયની સારસંભાળ લેવામાં આવી રહી છે.ગૌશાળાના ટ્રસ્ટી ગણ પણ ખૂબ અંગત સંભાળ લઈને આ ગૌશાળાનું સંચાલન નિસ્વાર્થ ભાવે કરતાં જોવા મળે છે.સાવરકુંડલા પધારવાનું થાય તો એક વખત આ ગૌશાળાની કામગીરી જોવા પણ મુલાકાત લેવા જેવી ખરી.