સાવરકુંડલા ગ્રામ્યના અપહરણ તેમજ પોકસોના ગુનામાં સહ આરોપીને ઝડપી પાડતી સર્વેલન્સ ટીમ

અમરેલી,અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કદેઓને પકડી પાડવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ રાજુલાના પીઆઇ એ.એમ. દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કવોર્ડના હે.કોન્સ. બી.એમ. વાળા, બીએસ ચોવટીયા, પો.કોન્સ. મિતેશભાઇ, રોહીતભાઇ, સંજયભાઇ દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ મથકનાં પોકસો અને અપહરણના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા સહ આરોપી શાંતી કરશનભાઇ શિયાળ રહે. ચાંચબંદર વાળાને ચોક્કસ બાતમીના આધારે રાજુલા સર્વેલન્સ સ્કવોર્ડે ઝડપી પાડયો હતો.