સાવરકુંડલા, જાફરાબાદનાં વઢેરા ગામે રહેણાંક મકાનોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • 31 મી ડીસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની પુર્વ સંધ્યાએ
  • અમરેલી એલસીબીએ દરોડો પાડી રૂા.21,800નો મુદ્દામાલ કબ્જે લીધો

અમરીલી,
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ દ્વારા સાવરકુંડલા શહેર તથા જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે એમ બે અલગ અલગ જગ્યાએ રેઇડ કરી, રહેણાંક મકાનોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. સાવરકુંડલામાં મહમદ ઇસ્માઇલ જાખરાને બોટલ નંગર 48 કિં.16,800 અને મોબાઇલ ફોન મળી રૂપિયા 21,800નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. એજ રીતે વઢેરા ગામે નાનજી ભાયાભાઇ બારૈયાને ત્યાંથી બોટલ નંગ 4 અને બિયર નંગ 3 મળી કુલ 325નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કરેલ છે.