સાવરકુંડલા ટાઉનમાંથી દારૂની હેરફેર કરતા ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર કરતા એક ઇસમને પકડી પકડી પાડેલ છે.
આ બનાવની વિગતો એવી છે કે, સાવરકુંડલાના કાપેલીધારે રહેતો શિલ્પેશ બાલુભાઇ વાળા ઉં.વ.39 પોતાનાં સફેદ કલરની મોટર સાયકલમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે તેવી ચોક્કસ બાતમી અંગે વોચમાં હોય દરમ્યાન મજકુર શિલ્પેશ બાલુભાઇ વાળા રહે.સાવરકુંડલા વાળો પોતાનાં હવાલા વાળી મોટર સાયકલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ કિં.રૂ.35,850/- નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.