સાવરકુંડલા ટાઉનમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાઇ ગયો

અમરેલી,સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા નુરાનીનગર નેરા વિસ્તાર હુશેની ચોકમાં રહેતા આરોપીના ઘરેથી એક મોટર સાયકલ હીરો કંપનીનું સ્પેલન્ડર પ્લસ 2017 નું મોડલ જે કાળા કલરનું લાલ તથા બ્લુ કલરનું પટ્ટા વાળુ જેના રજી નં. જીજે 14એએમ 2079 જેની કિ.રૂ.28000/- ના મુદામાલ સાથે આરોપી ઇમરાનભાઇ ભીખુભાઇ ભટ્ટી ઉ.વ.33 યંષો.મજુરી રહે. સાવરકુંડલા, નુરાનીનગર નેરા વિસ્તાર હુસેની ચોક તા.સાવરકુંડલા જી.અમરેલીને પકડી પાડી આરોપી વિરુધ્ય ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.