સાવરકુંડલા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાતે ડોકટરો

  • રૂબરૂ મુલાકાત દરમિયાન લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું

સાવરકુંડલા,
સાવરકુંડલા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ ના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તાર ની રૂબરૂ મુલાકાત લેતા ડો. શ્રી અરુણસિંહ ભાટી ,ડો મયુર પારધી, અર્બન સુપરવાઇઝર જાગૃતભાઈ ચૌહાણ તથા જતીનભાઈ વગેરે દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવામાં આવી. હોમ કવોરેન્ટાઈન, તેઓને જરૂરી સેવાઓ મળે છે કે નહીં, રાખવાની તકેદારી વગેરે બાબતોની ચકાસણી કરી. લોકોને પોતાના આરોગ્યની તકેદારી રાખવા તથા ઈમ્યુનીટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનુ સેવન તથા યોગના ફાયદા જાગૃતભાઈ ચૌહાણ દ્વારા સમજાવેલ છે.