સાવરકુંડલા તાલુકામાં રોડ રસ્તાનાં 150 લાખના કામો મંજુર

  • ધારાસભ્યશ્રી પ્રતાપભાઇ દુધાતે સરકારમાં કરેલી રજુઆતને સફળતા

અમરેલી,સાવરકુંડલા તાલુકામાં એસ.આર.(ખાસ મરામત) યોજના અંતર્ગત રોડ રસ્તા નાં કમાઓ માટે સરકાર માં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવેલ છે.જેમાં ધારાસભ્ય શ્રી દ્વારા ખાસ મરામત યોજના અંતર્ગત રોડ રસ્તાના કમાઓ માટે સરકાર શ્રી ને પત્ર પાઠવી ને રજૂઆત કરી હતી .દર વર્ષે ધારાસભ્ય શ્રી વાઈઝ 150 લાખ ના કામો ખાસ મરામત યોજના હેઠળ ફાળવવામાં આવતા હોય છે જેમાં સાવરકુંડલા તાલુકાના (1) વીજપડી- ચીખલી રોડ, (2) સીમરણ એપ્રોચ રોડ, (3) જીરા- નાના ભમોદ્રા રોડ,(4) બગોયા-ગીણીયા રોડ,(5) બાઢડા વિજયાનગર રોડ (ગોદડીયા આશ્રમ ની પાસે પુલ) ગામોને આવરીને સાવરકુંડલા તાલુકા માં કુલ 150 લાખ નાં કામો મંજુર કરાવવામાં માટે દરખાસ્ત સાથે રજૂઆત કરવામાં આવેલ છે. જેથી નાયબ મુખ્યમંત્રી દ્વારા 150 લાખના આજ રોજ જોબ નંબર ફાળવ્યા હતા.  છેલ્લા બે વર્ષમાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાના મત વિસ્તાર માટે ઘણા રોડો મંજુર કરાવ્યા છે.