સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીનો કાઠલો પકડી યુવકે ઝપાઝપી કરી : ફરાર

સાવરકુંડલા ,
ગત રાત્રે 9:30 ની આસપાસ તાલુકા વિકાસ અધિકારી પરમાર તાલુકા પંચાયત કચેરીએ કામ સબબ ગયા અને તાલુકા પંચાયત કચેરી ઓફિસની પાછળ એક યુવાન શંકાસ્પદ હાલતમાં આંટા મારતો હોય તેમને ટપારતા આ યુવાનનો પીતો ગયો અને ટીડીઓને જેમ તેમ કહ્યું અને કાઠલો પકડી અને જપાજપી કરી લીધી ત્યારે તાત્કાલિક ઓફિસમાંથી એક કર્મચારી આવી અને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ નો કાંઠલો એટલી મજબૂતાઈથી પકડ્યો હતો કે ટીડીઓ પડી ગયા પણ કાંઠલો ન છૂટ્યો આખરે તેમાંથી છુટકારો મેળવતા જ અન્ય બે કર્મચારીઓએ આ યુવાનને પકડી લીધો અને તાત્કાલિક ધોરણે પોલીસને ફોન કરીને બોલાવતા પોલીસની ત્રણ ગાડી અને એક ડિવાઇ એસ પી ની ગાડી આવી પહોંચતા અન્ય યુવાનો જે ટીડીઓ ઉપર હુમલો કરવા ના ઇરાદે આવ્યા હશે તે તમામ ભાગી ગયા અને આ યુવાનને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો સાવરકુંડલાના ઇતિહાસમાં તાલુકા વિકાસ અધિકારી ઉપર કોઈ વ્યક્તિએ હુમલો કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના બની છે શહેરમાં ટોપ ધ ટાઉન છે .આ ઘટનાની જાણ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને થતા તેમના તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી અને ઘટનાને શરમજનક ગણાવી