સાવરકુંડલા, ધારી, લીલીયાનાં ગામોમાં ભેદી ધડાકા

અમરેલી,
સાવરકુંડલાનાં મીતીયાળામાં ભુકંપના આંચકા બાદ આજે બપોરે સાવરકુંડલા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તથા ધારીના દીતલા લાખાપાદર કરેણ ખધંભાળીયા વાવડી અને લીલીયાના હાથીગઢમાં લોકોએ ભેદી ધડાકા સાથે હળવા આંચકા અનુભવ્યાની ચર્ચા જાગી છે. સાવરકુંડલાથી અમારા પ્રતિનીધી શ્રી સૌરભ દોશીના અહેવાલ મુજબ સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવ્યાબાદ આજે સાવરકુંડલા શહેરમાં બપોરે 3:31 કલાકે એક ધડાકા સાથે અવાજ સંભળાયો બાદ સાવરકુંડલાની ધરા બે-ત્રણ સેકન્ડ પૂર્તિ ધ્રુજી ઉઠી હતી સાવરકુંડલાના ખાતે ખાદી કાર્યાલય, મણીનગર, નૂરાની નગર, આઝાદ ચોક, ફ્રેન્ડ સોસાયટી, લીંબડી ચોક, દેવળાગેઈટ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયાનું સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના બાઢડા સુધી અવાજ અને ધરા ધ્રુજી હોવાના વાવડો મળી રહ્યા છે ભૂકંપના આંચકાથી સાવરકુંડલા મામલતદાર કચેરી અને અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અજાણ હોવાની વિગતો પણ મળી રહી છે ત્યારે અવારનવાર મિતિયાળા ગામમાં આવતા ધરતીકંપના આંચકાઓ બાદ સાવરકુંડલા શહેરમાં આજે ભૂકંપના આંચકાનો અહેસાસ સાવરકુંડલા વાસીઓએ અનુભવતા ઘડીભર માટે ફફડાટ ફેલાયો હતો સાવરકુંડલાના બીડી કામદાર સોસાયટી અને મણીનગર વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હોય અને ભૂકંપ ના આંચકા સાથે મસમોટો જમીન માંથી આવાજ પણ સાંભળવા મળતા સાવરકુંડલા વાસીઓમાં ડરનો માહોલ સર્જાયો હતો.
ધારગણીનાં લાખાપાદર, કરેણ, દીતલા, ધારગણી, ખંભાળીયા, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભેદી અવાજ સાથે ધરતી પણ ધ્રુજી હતી.
અને લોકો બહાર દોડી આવ્યા હતા. તથા નાગધ્રા અને આસપાસનાં ગામમાં પણ જોરદાર ધડાકો સંભળાયો