સાવરકુંડલા નજીક ઇંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપાઇ

  • એસઓજીએ ઇંગ્લીશ દારૂ સહિત 57,690નો મુદ્દામાલ કબ્જે લીધો

અમરેલી,
અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. શ્રી એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાં પ્રોહી.-જુગાર અંગેની સ્પેશ્યલ ડ્રાઈવ અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાઢડા ગામ બાદ, મહુવા-રાજુલા જતા રોડ વાળી ચોકડીએ પહોંચતા ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજુલા તરફથી બે ઇસમો એક મોટર સાયકલમાં વચ્ચેના ભાગે એક કાળા કલરનો રેકઝીનનો થેલો રાખી શંકાસ્પદ હાલતમાં આવતા હોય મળેલ બાતમી વાળુ વાહન પસાર થતા જેને રોકી ગાડીમાં વચ્ચેના ભાગે રહેલ એક કાળા કલરનો રેકઝીનનો થેલો હોય જે ખોલી ચેક કરતા તેમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની કાચની બોટલો નંગ-12, કિ.રૂા.6,240/-નાં મુદ્દામાલ સાથે બે શખ્સો જેમાં દિલીપભાઇ ઉકાભાઇ મેસુરીયા ઉ.વ. 24 , ધર્મેશભાઇ જેન્તીભાઇ ચૌહાણ ઉ.વ. 32 ઝડપી પાડેલ છે. અને ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ROYAL CHALLENGE કંપનીની finest premium WHISKY ની કંપની રીંગ પેક કાચની બોટલ નંગ-12, કિ.રૂા.6,240/- તથા એક HERO કંપનીનું મોટર સાયકલ Splender+ કી.રૂા.25,000/- તથા એક રેકઝીનનો થેલો કિ.રૂા.450/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂા.5,000/- તથા દારૂ વેંચાણનાં રોકડા રૂપીયા 21,000/- મળી કુલ કિ.રૂા.57,690/- ના મુદામાલ સાથે મળી આવતા પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ વઘુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.