સાવરકુંડલા નજીક ખોડીયાણા ગામે ધાતર વડી નદીમાં ભેંસો તણાઈ ગઈ

સાવરકુંડલા,

સાવરકુંડલા તાલુકા માં સચરાચર વરસાદથી ઠેર ઠેર નદી નાળા છલકાઈ ગયા છે તો ગ્રામીણ ગામડાઓમાં મુશળધાર વરસાદને કારણે હાલાકી પણ સર્જાતી હોય ત્યારે સાવરકુંડલાના ખોડીયાણા ગામની ધાતર વડી નદીમાં ભેંસો તણાઈ ગઈ હતી મુકેશ રાતડિયા નામનો માલધારી ભેંસો ચરાવવા જતો હતો ત્યારે ખોડીયાણાની ધાતરવડી નદીમાં ઘોડાપૂર હતું ને કોઝવે પાણીમાં માલધારી માલઢોર લઈને નદી ક્રોસિંગ વેળા દુર્ઘટના સર્જાઈ હતી ને 3 ભેંસો ધાતરવડી નદીના વ્હેણમાં તણાઈ ગઈ હતી ને સ્થાનિકો ભેંસો તણાતી જોઈ જતા દોડી ગયા હતા ને ભેંસને બચાવવા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બે ભેંસોને બચાવવામાં સફળ સાબિત થયેલા હતા જેમાં જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ મોર, સરપંચ કાનજીભાઈ બગડા, ઉપસરપંચ મનસુખભાઇ વેકરીયા સહિતના યુવાનો દ્વારા કીમતી ભેંસોને બચાવવા જજુમ્યા હતા ને સ્થાનિકો ની જહેમતને આધીન 2 ભેંસોને આબાદ બચાવી લેવાઈ હતી પણ 1 ભેંસનું પૂરના પ્રવાહમાં મોત થયું હતું મુકેશ રાતડિયા નામના માલધારીની ભેંશ તણાઈ ને મોતને ભેટતા માલધારી ભાંગી પડ્યો હતો