સાવરકુંડલા નજીક બે ટ્રક ધડાકાભેર અથડાયા

  • અકસ્માતમાં બન્ને ટ્રકના ચાલકોને ગંભીર ઈજા થતા દવાખાને ખસેડાયા

અમરેલી,
સાવરકુંડલા થી 6 કિલોમીટર દુર આવેલ ગીરધરવાવ હોટલ રાજધાની પાસે બે ટ્રક ધડાકા ભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલકો અરબાજભાઈ મોહબતખાન પાઠણ અને શાહબાજખાનને ગંભીર થતા સાવરકુંડલા પ્રાથમિક સારવાર આપી એકને વધ્ાુ સારવાર માટે રાજુલા અને બીજાને રજકોટ દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ તપાસ ચલાવી રહી છે.