સાવરકુંડલા નજીક વિજપડી અને ખાંભાનાં નાગધ્રા, સમઢીયાળામાં પોણો ઇંચ વરસાદ

અમરેલી,
સાવરકુંડલા પંથકમાં આજે બપોર સુધી ભારે તડકા બાદ વાતાવરણ બદલાયું હતું અને બપોરનાં 4 વાગ્યા પછી મેઘાડંબર ધ્છવાયા બાદ મુશળધાર વરસાદ પડ્યો હતો. વિજપડી ઉપરાંત વાડી વિસ્તારમાં અંદાજીત પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયાનાં સમાચાો મળ્યાં છે.
આજુબાજુનાન ગામડાઓમાં પણ વરસાદનાં વાવડ છે. ખરી જરૂરીયાતનાં સમયે આ વિસ્તારમાં વરસાદ થતા મુરજાતી મોલાતને પણ રાહત થઇ છે તેથી ખેડુતોમાં ખુશી જોવા મળે છે.