સાવરકુંડલા નજીક સાકરપરાની સીમમાં યુવાનને ઝેરી જનાવરે દંસ મારતા મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના સાકરપરા સીમમાં અરવિંદભાઇ પરસોતમભાઇ રાદડીયાની વાડીએ મજુરી કામ કરતા અંબારામ દેવસિંહ હટીલા ઉ.વ.17 ને રાત્રીના સુતેલ તે સમયે કોઇ ઝેરી જનાવરે દંસ મારતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પુનાભાઇ દીતીયાભાઇ ગણાવાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.