સાવરકુંડલા નજીક હાથસણીની સીમમાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજ્યું

અમરેલી,  સાવરકુંડલામાં રહેતા વિશાલ ગોકુળભાઇ કુડેચા ઉ.વ. 29 છેલ્લા કેટલાક દિવસથી કામ ધંધો કરતો ન હોય. અને વાડીએ પણ કઇ કામ ન કરાવતા પિતાએ ઠપકો આપેલ. જેથી પોતાને લાગી આવતા હાથસણી ગામની સીમમાં ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું પિતા ગોકુળભાઇ કુડેચાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.