સાવરકુંડલા નાના ભમોદ્રામાં ડેમનાં પાળે પગ લપસી જતા યુવાનનું મોત

સાવરકુંડલા,
સાવરકુંડલા નજીક નાના ભમોદરા ના રસ્તે આવેલ ડેમના પાળે પગ લપસી થતાં લાલાભાઇ નાનુભાઈ ગોહિલ (પડસાળિયા) ઉ.વ.24 વર્ષ નામનો યુવક ડૂબી ગયો હતો જેને કાઢવા માટે બે કલાકથી તરવૈયો મહેનત કરી રહ્યા હતા અને મહેનત બાદ વરસાદ શરૂ થતા મૃતદેહને શોધખોળ કરવા માટે ખૂબ જ મહેનત પડી રહી હતી પરંતુ જાબાજ તરવૈયાઓ એ મૃતદેહને બે કલાકની મહેનત બાદ બહાર કાઢ્યો છે ઘટના સ્થળે સાવરકુંડલાની 108 એમ્બ્યુલન્સ સાવરકુંડલા શહેર પોલીસ અધિકારી નગરપાલિકાની પૂરી ટીમ અને ફાયર ફાઈટર તેમજ મામલતદાર કચેરીની ટીમ અને અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા 25 વર્ષથી આ યુવાન આ ડેમને પાળે પશુ ચરાવતો હતો અને અચાનક જ પગ લપસી  ગયો હોવાની વાત સામે આવી છે પરંતુ હાલ તો 108 મારફતે તેને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ પીએમ માટે લઈ જવામાં આવ્યો છે .