સાવરકુંડલા ના હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર ના મનોદિવ્યાંગ નો કોવિડ ૧૯ અંગે રેપીડ ટેસ્ટ

સાવરકુંડલા ના માનવ મંદિર માં આશ્રિત ૬૦ જેટલી મનોદિવ્યાંગ બહેનો અને કર્મચારી સ્ટાફ આરોગ્ય તપાસ નો પૂજ્ય ભક્તિરામબાપુ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરતા આરોગ્ય કર્મચારી ઓ
શાંતિ ના દૂત પૂજ્ય ભક્તિરામબાપુ ની નિશ્રા માં આશ્રિત ૬૦ જેટલી મનોદિવ્યાંગ બહેનો ને કુદરત સહજ જીવન તરફ દોરી જતા માનવ મંદિર ના મહંત શ્રી ભક્તિરામબાપુ દ્વારા આજરોજ કોવિડ ૧૯ ના ટેસ્ટ નો પ્રારંભ  સ્થાનિક પી એસ સી આરોગ્ય સ્ટાફ ના કર્મચારી ઓ દ્વારા કરાવ્યો હતો.
માનવ મંદિર માં રહેલ મનોદિવ્યાંગ બહેનો કચેરી સ્ટાફ સ્વંયમ સેવકો સહિત અનેક વ્યક્તિ ઓ એ રેપીડ ટેસ્ટ કરાવી પોતા નું આરોગ્ય સુનિશ્વિત કરાવ્યું હતું.