સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ : વિજળી પડતા 16 બકરાના મોત

સાવરકુંડલા,સાવરકુંડલા તાબાના ઠવી, જેજાદ, વાશીયાળી, નાળ ગામમાં બપોરે 2 થી 3 વાગે જોરદાર 2 કલાક થી વધું વરસાદ પડેલ પવન ના સુસવાટા મારતા અને વીજળીના કડાકા વચ્ચે વરસાદ શરૂ થયેલ.નાળ ગામે પાતાભાઈ ભગવનભાઈ બમ્બા પોતાના 50 થી વધુ બકરા ચરાવા નાળ ગામે ડેમ ના કાંઠા ઉપર હતા ત્યાં એકાએક વીજળી પડતા સ્થળપર 16 બકરા મૃત્યું પામેલ અને 20 થી વધુ બકરા ઘાયલ થયેલ છે.
આ ગામ માં વરસાદ થી નદી નાળા છલકાઇ જાવા પામેલનાળ આસપાસના ડુંગરાળ વિસ્તારમાં 2 થી વધુ વરસાદ પડી જતા સ્થાનિક નદીમાં પુર આવેલ.વિજપડી ધાંડલા વચ્ચે અનેક ખેતરો અને રોડ ઉપર પાણી ભરાઇ ગયેલ.
નાળ અને ભમોદરા ગામે પડેલા સતત વરસાદને કારણે અંદાજિત બે થી ત્રણ ઇંચ વરસાદ પડયો હતો પરંતુ પવન સાથે પડેલા વરસાદને કારણે પાણી ખેતરમાં ઉતરવાને બદલે વહી જતા વાવણી થઇ ન હતી પરંતુ ભીમ અગીયારસના શુકન મેઘરાજાએ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશી કેલેન્ડર અને દેશી વરતારા પ્રમાણે ભીમ અગીયારસે ખેડુત વાવણી કરી દેતો હોય છે પરંતુ આ વખતે ઘણા વિસ્તારોમાં અગીયારસ કોરી ધાકોડ ગઇ છે.