અમરેલી,
અમરેલી શહેર અને જીલ્લામાં આજે સવાર થી સાંજ સુધી ધ્ાુપ છાવ ભર્યુ વાતાવરણ રહ્યુ હતું. અમરેલી શહેરમાંતેમજ વડિયામાં વરસાદના હળવા ઝાપટાઓ પડયા હતા. સાવરકુંડલાથી અમારા પ્રતીનીધી પ્રદિપભાઈ દોશીના જણાવ્યા અનુસાર સારકુંડલા શહેર અને તાલુકામાં આજે બપોર બાદ ધોધમાર 1 થી 2 ઈંચ જેવો વરસાદ પડી જતા ખેતી પાક માટે કાચા સોના જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે લાઠી થી અમારા પ્રતીનીધી વિશાલ ડોડીયા જણાવ્યા અનુસાર લાઠી શહેરમાં દિવસ દરમ્યાન હળવા ભારે 2 ઈંચ જેવો વરસાદ પડી જતા ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા અને લોકોએ બફારામાંથી રાહત મેળવી હતી અને સારા વરસાદના કારણે ખેડુતોમાં ખુશીની લાગણી વ્યાપી છે.