અમરેલી,
સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર ગોરડકાના સાગર બાઘાભાઇ પરમાર ટાટા ટેમ્પો જીજે 05 એેકસએકસ 0478 માં કોઇપણ જાતની પાસ પરમીટ વગર 11 ભેંસ ભરીને પાણી કે ઘાસચારાની સગવડ ન રાખી ખેંચોખેંચ દોરડાથી ક્રુરતાપુર્વક બાંધી નિકળતા એએસઆઇ મનસુખભાઇ સોલંકીએ 11 ભેંસ અને ટેમ્પો મળી કુલ રૂા.4,30,000 નો મુદામાલ સાથે ઝડપી પાડયો