સાવરકુંડલા બોટાદ અને કેશોદના રેલ્વે સ્ટેશનો અપગ્રેડ કરાશે

અમરેલી,
ભારતીય રેલવેએ ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔધોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રાજ્યના વિકાસના એન્જિનને વેગ આપે છે. આવા વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે, નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ. 8332 કરોડનો અંદાજપત્ર કરવામાં આવ્યો છે, જે વર્ષે 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315% વધુ છે.રૂવવે સ્ટેશનોને માત્ર સેવાના સાધન તરીકે જ નહીં પરંતુ એક સંપત્તિ તરીકે બળવા અને વિકાસ કરવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, ભારતીય રેલવેએ આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે, જેથી સામાન્ય રેલવે યાત્રીઓ પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ રેલ પાત્રાનો અનુભવ કરે છે.રેલવે સ્ટેશનોના સ્વપને બદલવાના આ પ્રયાસમાં, ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોનો સતત વિકાસ કરવો તેમની માળખાકીય સુવિધાઓ, સુવિધાઓની સાથે આરામદાયક અને નૈસર્ગિક યાત્રાની અનુભવ સાથે અને સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, ઝ દાન કરવા માટે સેવાઓમાં વધારો કરવાનો છે.ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુન:વિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 10 સ્ટેશનો પશ્ચિમ રેલવેના કાર્યક્ષેત્રમાં છે જેમાંથી 87 સ્ટેશનો ગુજરાતમાં, 1 સ્ટેશનો મહારાષ્ટ્ર રાજ્યમાં, 15 મધ્ય પ્રદેશમાં અને 2 રાજસ્થાનમાં છે.તાજેતરમાં 6ઠ્ઠી ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુન:વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આમાંથી 21 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે. જેનો લગભગ રૂ.846 કરોડના ખર્ચે પુન:વિકાસ અને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનોની યાદી નીચે મુજબ છે.અમદાવાદ ડિવિઝન: વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જે, ન્યુ ભુજ,ભચાઉ, પાટણ, હિંમતનગર જે અને ધ્રાંગધ્રા, મુંબઈ ડિવિઝન: સંજાણવડોદરા ડિવિઝન: ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, ડેરોલ અને પ્રતાપનગર, ભાવનગર ડિવિઝન: સાવરકુંડલા, બોટાદ જં અને કેશોદ ,રાજકોટ ડિવિઝન: સુરેન્દ્રનગર અને ભક્તિનગરઅમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શહેરની બંને બાજુઓનું યોગ્ય સંકલન કરીને આ સ્ટેશનોને ’સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતા દર્શાવતા, આ પુન:વિકસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે.સ્ટેશનની બિલ્ડીંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનો પુન:વિકાસ યોગ્ય રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક સરક્યુલેશન સુનિશ્ચિત કરવા સાથે આધુનિક યાત્રી સુવિધાઓ પ્રદાન કરશે.આમાં બિનજરુરી સ્ટ્રક્ચરને દૂર કરીને શ્રેષ્ઠ- લાઇટિંગ, શ્રેષ્ઠ સરક્યુલેટીંગ એરિયા, એટ કોન્કોર્સ વેઇટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ઇ કોર્ટ, અપગ્રેડેડ પાર્કિંગ સ્પેસ, દિવ્યાંગજન અને સિનિયર સિટિઝનને અનુકૂળ સુવિધાઓ, સી માટે સમાવેશન અને પહોંચ સુનિશ્ચિત કરીને રેલવે સ્ટેશનો સુધીની સરળ પહોંચનો સમાવેશ થશે.ગ્રીન એનર્જી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બિલ્ડીંગ વગેરે આ સ્ટેશનો જાહેર પરિવહનના અન્ય સાધનો સાથે મલ્ટિમોડલ કનેક્ટિવિટીની સુવિધા પણ પુરી પાડશે.
આ નવી અત્યાધુનિક સ્ટેશન બિલ્ડીંગો યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક અને આરામદાયક બનાવો. તે શહેર માટે એક વધારાનું આકર્ષણ બની અને એરપોર્ટ જેવા વાતાવરણ સાથે યાત્રીઓ તીર્થયાત્રાળુઓ અને પ્રવાસીઓને આવકારશે, જેનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટી વેગ મળશે અને રીજગારીની તકોમાં વધારો થશે.