સાવરકુંડલા,
સાવરકુંડલા માર્કેટયાર્ડ દિવસે ને દિવસે વિવાદો ના ચક્કર માં જોવા મળી રહ્યું છે તેવામાં તાજેતર મા સાવરકુંડલા માર્કેટયાર્ડ ની ચૂંટણી યોજાવાની હોય ત્યારે યાર્ડ ના હોદેદાર જેવી એકજ અટક ધરાવતા,તેમજ સગા સબંધી ઓના નામો વેપારી વિભાગમાં બોગસ મતદારો દાખલ કરી સતા ની ખુરશી બચાવવા ખેડૂતો ની સંસ્થા ને પોતાના પરિવાર ની પેઢી બનાવા 60 જેટલા બોગસ નામો વેપારી વિભાગ ની મતદાર યાદી માં દાખલ કરેલ હોય જે અન્વયે નામ.ગુજરાત હાઇકોર્ટ માં અરજદાર ચીમનલાલ શેખડા એ દાદ માંગતા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અમરેલી,નિયામક ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર,ચૂંટણી અધિકારી માર્કેટ સાવરકુંડલા, અને માર્કેટયાર્ડ ના વહીવટકર્તા ઓ સહિત કુલ 66 લોકોને નામ.હાઇકોર્ટ તા.25. 9.2023 ના તેડું આવતા સમગ્ર પંથક માં ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે આવનાર સમય માં કુંડલા ના સહકારી જગત માં નવા જૂની ના એંધાણ પામી રહ્યા હોવાનું જણાય છે.