સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ચોથી ઓક્ટોબરે સોગંદનામા રજુ કરવા હાઇકોર્ટનો આદેશ

સાવરકુંડલા,

સાવરકુંડલા માર્કેટયાર્ડની ચુંટણી દિવસે ને દિવસે વિવાદો માં સપડાતી જાય છે ત્યારે,વેપારી વિભાગ મા 60 જેટલા બોગસ મતદારો જેમાં યાર્ડ ના એકાઉન્ટન્ટ ના પત્નીનું નામ, યાર્ડના સેક્રેટરી ના પિતાશ્રીનું નામ,જેવા વિવિધ નામો શાસકો એ પોતાની ખુરશી ટકાવી રાખવા વેપારી વિભાગ ની મતદાર યાદી મા રાખતા , સમગ્ર પ્રકરણ નામ.ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચેલ હોય ત્યારે નામ.ગુજરાત હાઇકોર્ટે કહેવાતા વેપારી મતદારોને તા.4.10.2023 ના રોજ પોતાનો જવાબ સોગંદ નામા દ્વારા રજૂ કરવા જણાવતા સહકારી ક્ષેત્ર મા ફરી સોપો પડી ગયેલ છે,ત્યારે ભાજપ પ/જ ભાજપ ની આ લડાઇ માં આવનાર સમય મા હાઇકોર્ટ શું ચુકાદો આપે તેના ઉપર સમગ્ર પંથક ના લોકોની મિટ મંડાયેલ