સાવરકુંડલા યાર્ડની હરરાજી શરૂ કરવામાં પીછેહઠ

સાવરકુંડલા,કલેકટરશ્રીની ગાઇડલાઇન ને આધિન સાવરકુંડલા માર્કેટયાર્ડ ચાલુ કરવા અંગે ચેરમેન દિપકભાઇ માલાણીએ આજરોજ વેપારીઓ – કમીશન એજન્ટોની મીટીંગ બોલાવી હતી જેમાં યાર્ડ શરૂ થાય તો ત્યાં આવતા ખેડૂતો, વાહન ચાલકો, મજૂરો, વેપારીઓ સહિત વિવિધ કામગીરી સાથે જોડાયેલા દરેક પાસે ચુસ્ત અમલ કરાવવો અતી અઘરો છે.
તેવા સંજોગોમાં તા. 21 એપ્રિલ સુધી રાહ જોવી અને 21 તારીખે ફરી મળી ત્યારની સ્ટેેન્ડીંગ સ્થિતી મુજબ માર્કેટ યાર્ડ શરૂ કરવા બાબતે ફરી મીટીંગ મળશે. તેમ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે.