સાવરકુંડલા યાર્ડમાંથી મોકલેલ કપાસનાં પૈસા નહી ચુકવી છેતરપીંડી કરી

અમરેલી,
સાવરકુંડલા માર્કેટયાર્ડમાંથી રાજુભાઈ કાનાભાઈ પરમાર ઉ.વ. 40 એ તા. 7-1-22 થી આજદિન સુધી પોતાની તુલસી ટ્રેડીંગ કંપનીમાંથી મોટા ઉમરડા સંતકૃપા ઓઈલ ઈન્ડ્રસ્ટ્રીઝના માલિક અને ભાગીદારોને કપાસની છ ગાડીઓ મોકલેલ જેના રૂ/- 64,65,955 થતા હોય . તે પૈકી રૂ/-24,98,680 આરોપીઓએ ચુકવેલ અને બાકીના રૂ/-39,97,275 નહી ચુકવી છેતરપીંડી કર્યાની વનરાજ લખમણભાઈ વાઢેર રહે. જલાલપુર તા. ગઢડા , માલજી કાળુભાઈ ગામી, કાળુ વીરાભાઈ ગામી રહે. મોટા ઉમરડા તા. ગઢડાવાળા સામે સાવરકુંડલા પોલિસ મથકમાં છેતરપીંડી કર્યાની ફરિયાદ .