સાવરકુંડલા રેન્જના મિતીયાળા અભ્યારણયમાંથી ચાર દિવસ પહેલા મળેલા મૃતહેદમાં 7 નખ ગુમ

અમરેલી,
અમરેલી જીલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના મિતીયાળા અભ્યારણય રાઉન્ડ વિસ્તારમાં ચાર દિવસ પહેલા સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ. કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે બહાર આવ્યું છે કે, સિંહ ના 7 નખ ગુમ થયા છે. ધારી ગીર પૂર્વ ડિવીઝના ઓફિસરોમાં દોડધામ મચી જવા પામી છે. વન વિભાગ દ્વારા ઓધડ વિસ્તારમાં સ્કેેનિંગ પણ કર્યુ હતું. તેમ છતા હજુ સુધી 7 નખ કોણ લઇ તે મોટો સવાલ છે. મિતીયાળા અભ્યારણય જંગલ વિસ્તારમાં આ ઘટના બની છે. ત્યારે વન વિભાગની અહી સતત હાજરી પેટ્રીલીંગ જોવા મળતું હોય છે. તેવા સમયે નખ કેવી રીતે ગાયબ થયા તેને લઇ પર્યાવરણ પ્રેમી અને વનકર્મીઓમાં પણ ભારે ગણગણાટ શરૂ થયો છે.