સાવરકુંડલા રેન્જમાં મોઢામાં ચંપલ લઈને સિંહ બાળ નિકળ્યું

લોકોની બેદરકારી મૂલ્યવાન પર્યાવરણ અને જીવ સૃષ્ટિ પર કેટલી પડે છે અસર તેની ગંભીરતા ની લોકો ને નથી ખબર
જ્યાં ત્યાં પ્લાસ્ટિક જેવી માનવ ઉપયોગી વસ્તુ ફેંકી દીધા પછી વન્ય પ્રાણીઓ ને કેટલું નુકશાન થાય છે. જેના ઉદાહરણ રૂપ ગુજરાત ની આનબાન અને  શાન સમા સિંહના મોઢા માં ચંપલ ની તસ્વીર જોતા માનવી ની બેદરકારી ની અસર વન્ય જીવ સૃષ્ટિ પર કેટલી પડે છે તે દેખાઈ આવે છે…સાવરકુંડલા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજા એ પેટ્રોલિંગ દરમિયાન માનવી ની બેદરકારી ની તસવીર મોબાઈલ કેમેરા માં કેદ કર્યાનું જણાવ્યું છે.