સાવરકુંડલા-લીલીયા તાલુકાના નદી કાંઠાના ગામડાઓમાં નુકશાનીનો સર્વે કરાવી વળતર ચૂકવો : શ્રી પ્રતાપ દુધાત

અમરેલી ,

તાજેતર માં અમરેલી ના સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના નદી કાંઠા ના ગામડાઓમાં પડેલ વરસાદ નાં કારણે નદીઓમાં પુર આવવાથી નદી કાંઠા નાં ખેડુંતો ના ખેતરોમાં પુરના પાણી ઘુસી ખેડૂતો ના ખેતરોનું ધોવાણ થઈ જવાથી ખેડુતો દ્વારા કરેલ વાવતેર ને ખુબ મોટા પ્રમાણ માં નુકશાની થવા પામેલ છે જેમાં ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરવાના કારણે વાવેતર નષ્ટ થઈ ગયેલ છે અને ખેડૂતોને ફરી વખત બિયારણ લાવીને વાવેતર કરવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામેલ છે જે અન્વયે સાવરકુંડલા -લીલીયા ના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રી ને રજૂઆત સાથે પત્ર પાઠવીને. ખેતીવાડી અધિકારી શ્રી અમરેલી ને સુચના આપવા અને નુકશાની નો તત્કાળ આ ખેતરોના સર્વે કરાવી રીપોર્ટ મંગાવી થયેલ નુકશાન નું વળતર ખેડુતો આપવવા જણાવેલ છે.