સાવરકુંડલા શહેરમાં નવરાત્રિનાં નવલાં નોરતામાં વરસાદની રંગત

 એક તો જાહેર ગરબા રમવાની મનાઈ એમાં આ વરસાદે પણ નોરતાની રંગત જમાવી. ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું.

સાવરકુંડલા,સાવરકુંડલા શહેરમાં ત્રણેક વાગ્યા આસપાસ આસમાન કાળાડિંબાગ વાદળોથી ઘેરાય ગયું અને અચાનક વરસાદનું આગમન થયું. આમ તો આ વરસાદ વાજડી સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં શહેરનાં રસ્તામાં અણધાર્યા પાણી ફરી વળ્યાં. વાતાવરણમાં હજુ પણ ગરમી પ્રસરેલી જોવા મળે છે. ખેડૂતો માટે  આ અણધાર્યા વરસાદનું આગમન ચિંતાપ્રેરક જ સમજવું. બાળકો અને યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અણધાર્યા વરસાદના કારણે રસ્તા પર જતાં રાહગીરો ભીંજાઈ ગયા. આમ વરસાદી વાતાવરણ વચ્ચે પણ હજુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખાસ્સું જોવા મળે છે. હાલ વાદળોની સ્થિતિ જોતાં હજુ પણ એકાદ જોરદાર ઝાપટાની શક્યતા જણાય રહી છે..