સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ શીંગદાણાની ફેક્ટરીમાં રાત્રે દીપડો ઘૂસ્યો

સાવરકુંડલા,
સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ વિનુભાઈ બરવાળીયા ની શીંગદાણાની ફેક્ટરી મા થોડા દિવસો પહેલા રાત્રે દીપડો ઘૂસ્યો અને રાત્રે ચોકીદારી કરી રહેલા પાલતુ ડોગ સાથે ખુંખાર લડાઈ શરૂ થઈ હતી..આ લડાઈ ત્રણ વખત થઈ આખરે ત્રીજી લડાઈમાં ખુંખાર દીપડાએ ઉંચા હાથ કરી દીધા અને હારીને ચાલતો થયો..આ સમગ્ર ઘટના સી સી ટી વી મા કેદ થઈ છે.સામાન્ય રીતે કૂતરો પાલતુ હોઈ કે શેરી મહોલ્લાનું એ હમેશા વફાદાર જ હોઈ છે વફાદારીમાં કુતરાનું નામ મોખરે જ હોઈ છે ત્યારે આ બરવાળીયાના પાલતુ ડોગે જીવના જોખમે ખુંખાર દીપડાને ભગાડીને પોતાની વફાદારી અદા કરી હતી.