અમરેલી,
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં આ વર્ષે જુન માસમા સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકેલ બિપોરજોય વાવાઝોડાના કારણે તાલુકામાં વાવાઝોડું અંશત: આવ્યું . પરંતુ વાવાઝોડાની અસરના કારણે સારો એવો વરસાદ થયો આ તાલુકામા 78 ગામમાંથી 35 ગામો ખારાપાટ વિસ્તારમા આવેલા છે. જયા જમીન અને પાણીને કોઈ મેળ નથી. જેથી આ વિસ્તારમાં સિંચાઈનો કોઈપણ જાતની સગવડતા નથી. આ વિસ્તારના ખેડુતોનો મુખ્ય પાક શંકરકપાસ જેનું વાવણીકાર્ય કોરી માટીમાં કરવામાં આવે છે.જેના કારણે વાવાઝોડાના વરસાદથી આ વિસ્તારના તમામ ગામોમા કપાસનો સારો એવો ઉગાવો થયો બાકીના ગામડાઓ ડુંગરાળ વિસ્તારનો છે. જે ગામોમા વિજપડીના ગામો કપાસ અને શીંગનું વાવેતર થાય છે. તે વિસ્તારમાં ઉનાળામા પિયત કરી અને કપાસ અને શીંગ ઉગાડવામાં આવે છે. તા. 16,17,18 જુન સારો વરસાદ થવાના કારણે સમગ્ર તાલુકામા વાવણીનું કામ સારૂ થયું ત્યારબાદ 18 જુનથી 24 જુન વરસાદના વિરામના કારણે બાકી રહેલું વાવણીનું કામ પુરૂ થયેલ. આ વર્ષે મેઘરાજાએ તેમનું વિચિત્ર સ્વરૂપ ધારણ કર્યુ જેથી 24 જુનથી 31 જુલાઈ સતત વરસાદ પડયો . વરસાદનું પ્રમાણ 100ટકા ઉપરાંત રહયું સતત વરસાદના કારણે આંતરખેડ, નિંદામણ કે પાકની અન્ય માવજત 45 દિવસ સુધી થઈ શકી નહી. જેથી પાક અને ઘાસનો વૃધ્ધિદર એકલઠો રહયો તેથી ખડથી ખેતરો ભેળાઈ ગયા. પહેલી ઓગસ્ટથી વરાપ થવાના કરણે પાકમાં ઘાસનો અતિઉગાવો થવાથી મજુરોથી ઘાસ દુર થઈ શકે તેમ નહોતું . જેથી ખેડુતોએ તેમના ખેતરમા બળદની આંતરખેડ માટે બળદનો ઉપયોગ કરી શકયા નહી. ખેતરોમાં રોટાવેટર , મોટા ટ્રેકટરો, નાના ટ્રેકટરો , સનેડા અને ઘાસનાશક દવાનો બેફામ ઉપયોગ થયો. મજુરીના ભાવ વ્યકિતદીઠ રૂ/-570 થયા. મજુરોથી ઘાસ નીકળી શકે તેમ નહોતુ જેથી આંતરીક સાધનો અને દવાનો ઉપયોગ કરી ખેતરોમાંથી ઘાસ દુર કરવામાં આવ્યું. જેના કારણે જમીન સખત બની ગઈ. પાકમાં પાણીની તંગી ઉભી થઈ. તા. 1-8 થી દોઢ માસ સાવરકુંડલા તાલુકામાં વરસાદ પડયો નથી. શરૂઆતમા લીલોદુષ્કાળ અને ત્યારબાદ સુકા દુષ્કાળની શરૂઆત થઈ. ડુંગરાળ વિસ્તારમા કુવા અને બોર મારફત પોતાનો પાક બચાવવા રાત દિવસ જહેમત ઉપાડી પરંતુ સુકા હવામાનના કારણે સવારે પાયેલું પાણી સાંજે ઉડી જાય છતા પણ ખેડુતના ્પ્રયત્નોથી કપાસનો થોડોક પાક બચી ગયેલ છે. જયારે શીંગનો પાક નિષ્ફળ જશે. આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારમા કોઈ નવા ડેમ બંધાાણા નથી. ડુંગરાળ વિસ્તારમાં નાના -નાના ડેમો છે. મોટા ઝીઝુંડા, નાના ઝીઝુંડા, ભેકરા સેંજળ, મેવાસા, જેજાદ, નાળ અને કાત્રોડી ગામમાં નાના ડેમો છે. પરંતુ તે ડેમોમાંથી ખેતરોને નહેર મારફત પાણી આપવામાં આવતું નથી. આ તાલુકામા કોઈ મોટા ઉઘોગો નથી. રોજગારી માટે માત્ર ખેતીજ વિકલ્પ છે. જેથી આ વિસ્તારમાં મોટા ભાગના લોકો અમદાવાદ ,સુરત અને મુંબઈ જેવા વિસ્તારોમા જતો રહયા છે. આ વિસ્તારના ખેડુતોને રોજગારી આપવી હોય તો સરકારે સિંચાઈ માટેની કોઈ સગવડતા ઉભી કરવી પડે . આ તાલુકામા સૌરાષ્ટ્રની સૌથી મોટી શેત્રુંજી નદી વહે છે. તેના ઉપર કોઈક જગ્યાએ બંધ બાંધવાનો વિકલ્પ કરી સિંચાઈ થઈ શકે તેવો વિકલ્પ સરકારે શોધવો જરૂરી છે. આ તાલુકાના હાથસણી ગામ પાસે શેલદેદુમલ નદી ઉપર ડેમ બાંધવામાં આવ્યો છે. પરંતુ આ ડેમનો સ્ત્રાવ એરીયા ટુંકો છે. તેમજ બંધાયો ત્યારથી બિમાર છે. જેથી દર વર્ષે તેને રીપેર કરવો પડે છે. આ ડેમ સંપુર્ણ ભરવામાં આવ્યો નથી. સરકારે ધારી પાસે શેત્રુંજી નદી ઉપર બાંધ્ોલો ખોડીયાર ડેમમા નર્મદાનું પાણી નાખી આ ડેમમાંથી લીફટ ઈરીગેશન મારફત સેલદેદુમલ ડેમ ભરવાની જરૂર છે. ડેમમાંથી જમણા કાંઠાની નહેર કાઢી ખારાપાટના 32 ગામોને સિંચાઈ મારફત પાણી મળી શકે તેવી સ્થિતિ છે. તેમજ લીંક દ્વારા તાલુકામા નાના ડેમો આવેલા છે. તેને જોડી સમગ્ર તાલુકાને સિંચાઈ મારફત પાણી મળી શકે તેવી સ્થિતિ છે. પરંતુ આ કાર્ય કોણ કરે ? લોકો મારફત અવાર નવાર રજુઆત કરવામાં આવે છે. છતા પણ સરકાર આગળ નબળી રજુઆતના કારણે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. લોકશાહી તંત્રમા માંગ્યા વિના મળતું નથી જે વિસ્તારના કાર્યકરો ઉત્સાહી હોય તે લોકો મોટા ભાગની યોજનાઓ તેમના વિસ્તારમા ખેંચી જાય છે. આ દુષ્કાળ ભયંકર છે. પાણી ઘાસચારાની તંગી ઉભી થવાની છે. અને ખેડુતોને હેકટર દીઠ આશરે 20 થી 25 હજારનો ખર્ચ થઈ ગયેલ છે.તેનું વળતર મળી શકે તેમ નથી. સરકારે અત્યારથી આગોતરું આયોજન કરવું જરૂરી હોવાનું મનજીભાઈ તળાવીયાની યાદીમાં જણાવાયું .