- પતિને પરસ્ત્રી સાથે સંબંધો હોવાથી ઘરમાં તકરાર ચાલતી હતી
અમદૃાવાદૃ,
મેઘાણીનગરના ચુવાળનગરમાં પારિવારીક વિવાદૃમાં મહિલાને પતિ સહિતના સાસરિયાએ પહેલા માળેથી નીચે ફેંકતા ગંભીર ઈજાઓ થઈ છે. પતિને પરસ્ત્રી સાથે સંબંધો હોવાથી ઘરમાં તકરાર ચાલી રહી હતી. મહિલાએ એરપોર્ટ કાર્ગોમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદૃ કરી છે.
મેઘાણીનગર રામેશ્ર્વર ખાતે ચુવાળનગરમાં રહેતાં દિૃપીકાબહેન જીગ્નેશભાઈ કોયેટિયા (ઉં,૨૯)એ પતિ જીગ્નેશ, સસરા પ્રવીણભાઈ અને સાસુ ચંદ્રિકાબહેન વિરુદ્ધ બુધવારે બપોરે ફરિયાદૃ નોંધાવી છે. ૨૦૧૦માં દિૃપીકાબહેનના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ જીગ્નેશભાઈ સાથે થયા હતાં. લગ્નના બે ત્રણ માંસ બાદૃ પતિ દિૃપીકા પર વહેમ કરતો હતો. બે બાળકોના જન્મ બાદ પણ પતિ શક કરતો હતો.
આ દરમિયાનમાં પતિના મોબાઈલમાં અન્ય યુવતીને મેસેજ કરી તેની સાથે વાતચીત કરતો હોવાનું દિૃપીકાને ધ્યાને આવ્યું હતું. આ બાબતે દિૃપીકાના કહેવા છતાં પણ જીગ્નેશ પરસ્ત્રી સાથે સબંધ રાખતો હતો. પતિ જીગ્નેશ પત્નીને મારઝૂડ કરતો અને સાસુ-સસરા પણ પતિનો પક્ષ લઈ રૂ.૫ લાખ દહેજની માંગણી કરતા હતાં.
દિપીકા તેની બહેન સાથે વાત કરતી હતી. તે સમયે પતિ,સાસુ અને સસરાએ તારા પરિવારના કોઈ સભ્ય સાથે તારે વાત કરવાની નથી. તેમ કહી ઝઘડો શરૂ કર્યો અને દિપીકા સાથે મારઝૂડ કરી હતી. જે બાદ આરોપીઓએ દિપીકાને પહેલા માળેથી નીચે ફેંકી દેતા પગની પાનીમાં બે ફ્રેક્ચર આવ્યા હતા. પતિ બીજી સ્ત્રી સાથે સબંધ રાખતો હતો, જેનો મેં વિરોધ કરતા તમામ લોકોએ એક થઈ મને મારમારી ઉપરથી નીચે ફેંકી હતી. હાલ મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.