સા.આફ્રિકાનો એક ખેલાડી કોરોના સંક્રમિત થતા ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે કરાઈ પોસ્ટપોન

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ વનડે સીરિઝની પહેલી મેચ આજે કેપટાઉન ખાતે રમાવવાની હતી. જોકે, યજમાન સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વનડે પોસ્ટપોન કરવામાં આવી છે.
આ ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. બંને ટીમ વચ્ચે હવે ૬, ૭ અને ૯ ડિસેમ્બરના રોજ ત્રણેય વનડે રમાશે. બંને ટીમો અત્યારે ફરી હોટલમાં બાયો-બબલમાં પરત ફરી છે.