સિંહને જોઇ યુવાન વોટર ટેંક ઉપર ચડ્યો અને…

  • સાવરકુંડલાનાં અભરામપરામાં સિંહોનું નાઇટ પેટ્રોલીંગ
  • રાતથી સવાર સુધી ભયભીત યુવાન ગામનાં પાણીનાં ટાંકા ઉપર ઉભો રહ્યો 

આંબરડી, સાવરકુંડલાના અભરાપરા ગામમા ગઈરાત્રે એકાએક બે સિંહો ગામમા આવી ચડી એક ગાયનો શિકાર કયોે હતો, તો શિકાર દરમિયાન વાડીએથી ઘરે પરત આવતો ખેડુત યુવકનો અચાનક સિંહ સાથે ભેટો થઈ ગયો હતો, એક કલાક સુધી ખેડૂત ટાંકા પર બેસી રહ્યા અંતે ગ્રામ્ય જનો ને જાણ કરતા વહેલી સવારે ગ્રામ્ય જનો દ્વારા ખેડૂત ને પાણી ના ટાંકા પર થી નીચે ઉતારાયો હતો,અચાનક મારણ આરોગતા સિંહ પાસે ખેડૂત અંધારા માં પહોંચી જતા રમૂજ ઘટના બની હતી,અચાનક સિંહનો ભેટો થઈ જતા ખેડૂત યુવકને સિંહ ના કારણે તાવ આવી ગયો હતો, ગભરાયેલા ખેડૂત બીકના કારણે દિવસ ઉઘડી ગયો હોવા છતાં પાણીના ટાંકા પર થી ઉતરવાની ના પાડી રહ્યો હતો, અંતે લોકોએ ખેડૂતને સમજાવી ટાંકા પર થી નીચે ઉતારાયો હતો, અવાર નવાર ગામમા ઘુસી આવતા સિંહોથી ખેડુતો અને ગામલોકોમા ફફડાટ ફેલાયો હતો, ગામ વિસ્તાર આસપાસથી સિંહોને જંગલમાં ખસેડવાની માંગ ગામલોકોએ કરી છે.