સિંહ જોવા જંગલમાં ગયેલા અમરેલીનાં હસમુખ રામાણીએ જંગલમાં બીડી સળગાવી અને…

  • ચાર શખ્સો પાસેથી વન તંત્રએ રૂપિયા સાડા ત્રણ લાખનો દંડ વસુલ્યો 

ખાંભા,ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડના કાળીધાર અભયારણ્ય વિસ્તારમાં ફોર વહીલ ગાડી સાથે 4 શખ્સોએ જંગલમાં અપ્રવેશ કર્યો હતો અને અભ્યારણ વિસ્તારમાં આરોપીઓ બીડી સળગાવી જંગલમાં દવ લાગવાની પરિસ્થિતી કરી હતી ત્યારે વન વિભાગના સ્ટાફને જાણ થતાં ખાંભા વન વિભાગ દ્વારા અમરેલી અને ધારીના કરમદડી અને રાજસ્થળી સહિત ગામના ચારે શખ્સો સામે કાર્યવાહી કરી અને રૂપિયા 3.35.600 નો દંડ વસુલ કરતા ગેરકાયદેસર સિંહ દર્શન કરતા દર્શનાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડના ભાણીયા 2 બીટમાં પાતળાથી જંગલના રસ્તા નજીક અભ્યારણ્ય વિસ્તારમાં સિંહ જોવાના ઇરાદે જીજે 03 એચએ 7753 નંબરની ગાડી સાથે 4 આરોપી ઘુસ્યા હતા ત્યારે અને જંગલ વિસ્તારમાં આરોપીઓ દ્વારા બીડી સળગાવી જંગલમાં દવ લાગવાની પરિસ્થિતી કરી હતી ત્યારે વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડ જે સી વાળા સહિત સ્થાનિક સ્ટાફ દ્વારા 1).હસમુખ રવજી રામાણી (ઉ.વ.34)રે. અમરેલી,2). રસિક બાઘા વાઘેલા (ઉ.વ.30) રે. કરમદ્ડી,તા.ધારી,3).જયંતિ બાઘા વાઘેલા (ઉ.વ.34)રે. કરમદ્ડી,તા.ધારી અને 4). ચતુર કનુ દાતેવાડિયા (ઉ.વ.33)રે. રાજસ્થળી.તા.ધારી સહિત આરોપીઓ પોતાની માલિકીની ગાડી હ્યુન્ડાઇ એક્સેન્ટ જીજે -03-એચએ -7753 લઈ અને અભ્યારણ વિસ્તારમાં સિંહ જોવાના ઇરદાથી અપ્રવેશ કરી કર્યો હતો અને જંગલ વિસ્તારમાં બીડી સરગાવી જંગલમાં દવ લાગવાની પરિસ્થિતિ ઉપજાવેલ હતી ત્યારે વન વિભાગના સ્ટાફ દ્વારા ચારેય આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડેલ ત્યારબાદ તેઓની અટક કરી પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી અને ધારી ગીર પૂર્વના ડીસીએફ અંશુમન શર્માની ખાંભા તુલસીશ્યામ રેન્જના આરએફઓ રાજલ પાઠક દ્વારા આ ગુના કામે એડ્વાન્સ રીકવરી પેટે રૂં. 3,35,600 /- નો દંડની વસુલાત કરવામાં આવેલ હતી ત્યારે જંગલ અને અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને સિંહ દર્શન કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.