સિંહ-દીપડાઓના ભયથી ફફડતા અમરેલી જિલ્લાના ગામડાઓ

અમરેલી,
પહેલાના સમયમાં સિંહ પસાર થતા હોય ત્યારે લોકો ઉભા રહી જતા અને વનનો રાજા રજવાડી ચાલે ચાલ્યો જતો લોકોને તેનો ભય નહોતો લાગતો કારણ કે ભુખ્યો સિંહ કયારેય માનવીઓ ઉપર હુમલા નહોતો કરતો પણ હવે ચિત્ર પલટાઇ રહયું છે ગરવા ગીર જંગલની ઉગમણી દીશામાં આવેલ અમરેલી જિલ્લામાં ગીરમાંથી જનાવરોનું સૌથી વધ્ાુ માઇગ્રેશન થઇ રહયું છે અગાઉ માનવીઓ ઉપર દીપડાઓ તો હુમલા કરતા હતા હવે સિંહો પણ માણસોેની ઉપર હુમલા કરી તેને ખાતા થવા લાગતા સિંહ અને માનવીઓ વચ્ચેનું સૈકાઓ જુનું ટયુનિંગ તુટી રહ્યું છે તેના કારણે શનીવારે ખાંભા પંથકમાં રાત્રે સિંહોએ યુવાનનો શિકાર કર્યો હોવાની ઘટના બની હતી અને બીજા જ દિવસે રવીવારે રાત્રે ત્રણ વાગ્યે સિંંહોની હુક અને ગર્જનાથી અમરેલીથી માત્ર 17 કીમી દુર આવેલ બાબાપુર ગામ ધ્ાુ્રજી ગયું હતુ બાબાપુરથી ટીમલા અને જેઠીયાવદર સુધીના પટામાં સિંહો વસે છે હવે તેની ઉપર પણ લોકોને ભરોસો નથી રહયો જેને કારણે સિંહ-દીપડાઓના ભયથી ફફડતા અમરેલી જિલ્લાના ગામડાઓની સીમોમાં ગબ્બરસિંહ જેવો ફફડાટ ફેલાયો છે.
ગામડાઓમાં ભય ફેલાવનારા જનાવરોનો કાયમી ઉકેલ કરવા માટે દરેક સિંહોેને રેડીયો કોલર પહેરાવી એક એક કર્મચારી પાછળ રાખવામાં આવે તો જનતા ખર્ચ કરવાની ના નહી પાડે કારણ કે એ ખર્ચ ની રકમ ભષ્ટ્રાચારનો એક ટકો પણ નહી હોય ગીરના સાતસો જેટલા જનાવરો (સિંહો)માં અર્ધા અમરેલી જિલ્લાના ગામડાઓની સીમમાં આસાનીથી મળતા ખોરાક અને પાણીને કારણે વસી ગયા છે તેની ઉપર એક એક ટ્રેકર હોય તો તે ખર્ચ પોસાય તેમ છે તેના થી જનાવરોની પણ સલામતી રહેશે અને માનવીઓની પણ સલામતી રહેશે.
બાકી હાલમાં તો અમરેલીના બાબાપુરના પાટીયે ટાઢ,તડકો,વરસાદ છતાયે હીમતભેર મધરાત્રે અખબાર ઉતારવા આવતા બાબાપુરના અખબારી વિતરક કમ પત્રકાર શ્રી હસમુખ રાવલ જેવા હિંમતવાન અખબારી વિતરકો પણ હવે બનાતા બનાવોથી પરોઢીયે ગામમાંથી પાટીયે જતા અચકાય છે અને લોકોના પૈસે ચાલતી લોકોની એસટીની પણ દાદાગીરી જુઓ, લોકોની માંગ છે છતા એસટી એક કીમી જેવા અંતર માટે પાટીયેથી બાબપુર ગામમાં આવતી નથી અને કોઇ રાજકીય માઇના લાલમાં એ હીમત નથી કે એસટીને ખખડાવી સેવા શરૂ કરાવે આ સિનારીયો માત્ર બાબાપુર ગામનો નથી હમણા જ રાજુલાના ધારાસભ્ય શ્રી અંબરીષ ડેરે લોક દરબાર ભર્યો હતો રાજુલામાં જ આજની તારીખે 30 ગામો એસટીની સેવા વગરના છે અને આવા કારણે જ આવા નાના નાના બનાવો જોઇને એમ જ લાગે કે ખરેખર સરકાર આપણા ચુંટાયેલા પ્રતિનિધિઓ નહી પણ સંવેદના વગરના અધિકારીઓ જ ચલાવે છે.